Site icon hindtv.in

સુરત ભાજપમાં 19 લાખના કથિત સેટલમેન્ટથી રાજકીય ગરમાવો

સુરત ભાજપમાં 19 લાખના કથિત સેટલમેન્ટથી રાજકીય ગરમાવો
Spread the love

સુરત ભાજપમાં 19 લાખના કથિત સેટલમેન્ટથી રાજકીય ગરમાવો
વોટ્સએપ ગ્રુપની ચેટ બની ચર્ચાનો વિષય
19 લાખના કથિત સેટલમેન્ટ મુદ્દે સુરત ભાજપમાં વિવાદ
કોર્પોરેટર અને કાર્યકર્તા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની ચર્ચા

સુરત ભાજપમાં 19 લાખના કથિત સેટલમેન્ટને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચેટ ચર્ચાનો વિષય બની છે. એક તરફ કોર્પોરેટર અને કાર્યકર્તા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા હોવાની ચર્ચા છે, તો બીજી તરફ સ્ફોટક ચેટના પુરાવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સુરત ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. ભાજપના વોટ્સએપ ગ્રુપમાં 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટને લઈને થયેલી ચર્ચાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. કોર્પોરેટર અને કાર્યકર્તા વચ્ચેના આક્ષેપોને પગલે પક્ષની અંદરનો વિવાદ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વોટ્સએપ ચેટમાં સ્ફોટક ખુલાસા થયાના દાવા સાથે અનેક સવાલો ઊભા થયા છે. જોકે, 19 લાખના કથિત સેટલમેન્ટની હકીકત શું છે? કોની વચ્ચે આ વ્યવહારની ચર્ચા થઈ? અને સમગ્ર મામલે પક્ષનું વલણ શું છે? હાલ આ મામલે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

Exit mobile version