Site icon hindtv.in

સુરતના કતારગામમાં કથિત ભૂતિયા ડિમોલિશન

સુરતના કતારગામમાં કથિત ભૂતિયા ડિમોલિશન
Spread the love

સુરતના કતારગામમાં કથિત ભૂતિયા ડિમોલિશન
પાલિકા દ્વારા કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું નથી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલિશન મામલે સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે.

સુરતના કતારગામના વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતુ અને જણાવ્યું હતુ કે પાલિકા માત્ર જમીનની હદ નક્કી કરવા માટે ડિમાર્કેશન કરવા ગઈ હતી અને તે માટે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું નથી. રાજન પટેલે કહ્યું કે ડિમોલિશન કેવી રીતે થયું અને તેના પાછળ કોણ જવાબદાર છે તે તપાસનો વિષય છે. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

Exit mobile version