સુરતના પાંડેસરા વિસ્તારમાં બેદરકારીના આક્ષેપો
9 મહિના ના બાળકનું મોત થતા પરિવારજનો દ્વારા આક્ષેપો
પરિવારે તબીબ સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં 9 મહિના ના બાળકનું મોત થતા પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરાયા હતાં.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં તબીબની બેદરકારીના ગંભીર આક્ષેપ સાથે એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. ગણેશ નગરમાં રહેતા 9 મહિના ના રાજા વિકાસ રાજપૂત નામના બાળકને તાવ આવતાં પરિવારજનો તેને નજીકની ખાનગી ક્લિનિકમાં સારવાર માટે લઈ ગયા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબે કોઈ પણ પ્રકારના જરૂરી રિપોર્ટ કર્યા વગર જ સારવાર શરૂ કરી હતી. વધુમાં બાળકને વધુ માત્રામાં દવાઓના ડોઝ આપવાના કારણે તેની તબિયત વધુ બગડી ગઈ અને અંતે બાળકનું મોત નીપજ્યું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટના બાદ પરિવારમાં શોક સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે તબીબ સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

