સુરતમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો
કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ હોવાનુ સામે આવ્યુ
નિયમોના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો
સુરતમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ હોવાનુ સામે આવ્યુ છે.
સુરત સહિત ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત ગેરરીતિના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ હાઈકોર્ટમાં અરજી કરી એસઆઈઆર પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. અને સ્થાનિક ચૂંટણી પંચના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. નિયમોના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મતદાર યાદી સુધારણામાં પારદર્શિતાનો અભાવ હોવાનો દાવો પણ કર્યો હતો. રજિસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રુલ્સનું પાલન ન થતું હોવાની રજૂઆત પણ અરજીમાં કરાઈ હતી.

