Site icon hindtv.in

સુરતની પાંડેસરા પોલીસ ઉપર કસ્ટોડિયલ મોતના આક્ષેપો

સુરતની પાંડેસરા પોલીસ ઉપર કસ્ટોડિયલ મોતના આક્ષેપો
Spread the love

સુરતની પાંડેસરા પોલીસ ઉપર કસ્ટોડિયલ મોતના આક્ષેપો
પ્રોહિબિશનના ગુનામાં પકડેલા આરોપીની તબીયત બગડી
આરોપીને ખેંચ આવતાં તેની તબિયત બગડી હોવાનું અનુમાન

સુરતની પાંડેસરા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડેલા આરોપીની તબીયત અચાનક બગડતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનુ મોત નિપજતા કસ્ટોડિયલ મોતના આક્ષેપો કરાયા હતાં.

સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકમાં કસ્ટડી દરમિયાન એક આરોપીનુ મોત નિપજ્યુ હોવાનુ સામે આવ્યુ છે.વાત એમ છે કે પાંડેસરા પોલીસે રણજીત નામના આરોપીને પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી પોલીસ મથકે લવાયો હતો. દરમિયાન રાત્રિના સમયે લોકઅપમાં આરોપી અચાનક બેભાન થઈ ગયો હતો. આરોપીની સ્થિતિ ગંભીર જણાતા પોલીસ દ્વારા તાત્કાલિક સારવાર માટે તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ તપાસ બાદ આરોપીને મૃત જાહેર કર્યો હતો. તો આરોપીને ખેંચ આવતાં તેની તબિયત બગડી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. હાલ પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version