Site icon hindtv.in

સુરત મનપાના વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના ઉમેદવારના આક્ષેપો

સુરત મનપાના વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના ઉમેદવારના આક્ષેપો
Spread the love

સુરત મનપાના વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના ઉમેદવારના આક્ષેપો
ભાજપ સામે રૂપિયા આપવાના ગંભીર આક્ષેપો
25 લાખ રૂપિયાથી શરૂ કરીને 75 લાખ રૂપિયા સુધીની ઓફર

સુરત મનપાના વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરબાર દ્વારા ભાજપ સામે રૂપિયા આપવાના ગંભીર આક્ષેપો કરાતા રાજકારણ ગરમાયુ છે.

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 18 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ખુમનસિંહ દરબાર દ્વારા ભાજપ સામે આક્ષેપો કરાયા હતા અને જણાવ્યુ હતું કે બેસી જવા માટે તેમને 25 લાખ રૂપિયાથી શરૂ કરીને 75 લાખ રૂપિયા સુધીની ઓફર કરી હતી. જો કે તેમણે ઓફર ઠુકરાવી દીધી છે અને આક્ષેપ કર્યો છે કે ભાજપ હારના ડરથી આવા પેતરા અજમાવી રહ્યુ છે. તો ખુમાનસિંહ દરબારે એમ પણ જણાવ્યુ હતું કે આ મામલે તેઓ ચુંટણી પંચમાં ફરિયાદ પણ કરશે. તો બીજી તરફ આક્ષેપોને લઈ રાજકારણમાં ચર્ચા જોવા મળી છે.

Exit mobile version