Site icon hindtv.in

સુરતના ઉમરવાડામાં સારવાર દરમિયાન બાળકના મોતનો આક્ષેપ

સુરતના ઉમરવાડામાં સારવાર દરમિયાન બાળકના મોતનો આક્ષેપ
Spread the love

સુરતના ઉમરવાડામાં સારવાર દરમિયાન બાળકના મોતનો આક્ષેપ
ડેન્ગ્યુ-મેલેરિયાની સારવાર માટે ચૌટા બજારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો
રાત્રે ઈન્જેક્શન આપ્યા બાદ બાળકનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ

સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા બાળકને ડેન્ગ્યુ અને મેલેરિયાની સારવાર માટે ચૌટા બજારની ડો.ગિરીશ દેસાઈની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં રાત્રે ઈન્જેકશન આપ્યા બાદ બાળકનુ મોત થયુ હોવાના આક્ષેપ સાથે પરિવારે જવાબદારો સામે કાર્યવાહી કરી તપાસની માંગ કરી હતી.

સુરતના ઉમરવાડામાં 12 વર્ષના બાળકની સારવાર દરમિયાન બનેલી ઘટનાને લઈને પરિવાર દ્વારા ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યુ હતું કે બાળકને ડેન્ગ્યુ અને મેલેરિયાની સારવાર માટે ચૌટા બજારની ડોક્ટર ગિરીશ દેસાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળક હોસ્પિટલમાં ત્રણ દિવસથી સારવાર હેઠળ હતું. આ દરમિયાન રાત્રિના સમયે બાળકને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઈન્જેક્શન આપ્યા બાદ બાળકની તબિયત અચાનક લથડી ગઈ અને તે બેભાન થઈ ગયો હતો. બાળકની સ્થિતિને લઈને પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. પરિવાર દ્વારા સમગ્ર ઘટનાને સારવાર દરમિયાન થયેલી બેદરકારી સાથે જોડીને ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફ સામે આક્ષેપ કરાયો હતો. જોકે, ઈન્જેક્શન બાદ બાળકની બેભાન થવાની ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે તપાસનો વિષય છે. પરિવારે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.

Exit mobile version