Site icon hindtv.in

સુરતમાં સરદાર પટેલ વિદ્યાભવનનું ઓલઓવર રિઝલ્ટ 98.58 %

સુરતમાં સરદાર પટેલ વિદ્યાભવનનું ઓલઓવર રિઝલ્ટ 98.58 %
Spread the love

સુરતમાં સરદાર પટેલ વિદ્યાભવનનું ઓલઓવર રિઝલ્ટ 98.58 %
આજે ગુજરાત બોર્ડ દ્રારા ધો-12 સાયન્સનું 84.33 %
સામાન્ય પ્રવાહનું 92.71 % રિઝલ્ટ જાહેર થયું

આજે ગુજરાત બોર્ડ દ્રારા ધો-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. જેમાં સુરતમાં સરદાર પટેલ વિદ્યાભવનનું ઓલઓવર રિઝલ્ટ 98.58 % આવ્યું છે

વર્ષ 2026 ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. સુરતમાં સરદાર પટેલ વિદ્યાભવનનું ઓલઓવર રિઝલ્ટ 98.58 % અને સાયન્સ માં A1 માં 12 અને A2 માં 19 વિધ્યાર્થી ઉતીર્ણ થતા શાળા સંચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતા ઓછા માર્ક્સ આવતા રડી પડ્યા હતા

આજે જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12 ના પરિણામમાં 1 લાખ 32 હજાર પૈકી 99 પર્સેન્ટાઈલ સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. A ગ્રુપમાં 695 વિદ્યાર્થી, B ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98 પર્સેન્ટાઈલ સાથે A ગ્રુપના કુલ 1233 અને B ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થયા હતા. આ રિઝલ્ટમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થિની પાસ થઈ છે. તો 12 સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થિની પાસ થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે. 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિકસમાં ફેલ થયા છે તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે.

 

Exit mobile version