માંડવી કૃષિ મંગલ હોલ ખાતે અખિલ ભારત સરકાર સપ્તાહની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવી કૃષિ મંગલ હોલ ખાતે અખિલ ભારત સરકાર સપ્તાહની ઉજવણી
જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાય

માંડવી કૃષિ મંગલ હોલ ખાતે સુરત જિલ્લા સહકારી સંઘ ના ઉપક્રમે 72 માં અખિલ ભારત સરકાર સપ્તાહની ઉજવણી સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાય

સૂરત જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે આજે તા.૨૦ ના ગુરુવારે કૃષિ મંગલ હોલ, શ્રી માંડવી તાલુકા ખેતીપાક અને રૂપાંતર કરનારી સહકારી મંડળી લી. માંડવી ખાતે ૭૨ મા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી તેમજ વૈશ્વિક હરિફાઈમાં નવીન સહકારી વ્યવસાયિક મોડેલો સ્થાપના દિન સાથે તાલુકા સહકારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સહકારી સંઘના જાહેરનામાનો વાંચન તથા સ્વાગત પ્રવચન સહકારી સંઘના એજ્યુકેટીવ ઓફિસર ભાવેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

પ્રસંગો અનુલક્ષીને બારડોલી નાગરિક સહકારી બેંક ના ચેરમેન ગૌતમભાઈ પટેલ તેમજ એમડી પાંડેજી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યા હતા, સમારંભના અધ્યક્ષ તથા સૂરત જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભીખાભાઈ ઝવેરભાઈ પટેલએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં સહકાર આંદોલનના મૂલ્યો, ગ્રામ્ય વિકાસમાં સહકારની ભૂમિકા અને ભવિષ્ય માટેની દૃઢ યોજનાઓ પર વિશદ પ્રકરણ રજૂ કર્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *