Site icon hindtv.in

કેવડી ડેમમાં પાણીની આવક વધતા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ સ્ટેજ

કેવડી ડેમમાં પાણીની આવક વધતા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ સ્ટેજ
Spread the love

કેવડી ડેમમાં પાણીની આવક વધતા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ સ્ટેજ
કેવડી નાની સિંચાઈ યોજનાના ડેમની પૂર્ણ સપાટી ૭૪.૨૨ મીટર

સુરત જિલ્લાના માંડવી તાલુકાની નાની સિંચાઇ યોજનાના કેવડી ડેમ વિસ્તાર સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમના જળસ્તરમાં નોંધપાત્ર આવક થઈ રહી છે. મળતી માહિતી મુજબ કેવડી નાની સિંચાઈ યોજનાના ડેમની પૂર્ણ સપાટી ૭૪.૨૨ મીટર (૨૪૩.૦૦ ફુટ) છે. તા.૨૨ મી જુલાઈ ૨૦૨૬ના સવારે ૧૧:૦૦ કલાકે ડેમની સપાટી ૭૪.૧૭ મીટર પર પહોંચી છે. આ સાથે જ ડેમમાં તેની કુલ સંગ્રહશક્તિના ૮૨.૦૦ ટકા જેટલો પાણીનો ભરાઈ ચુક્યો હોવાથી તંત્ર દ્વારા ડેમને ‘એલર્ટ સ્ટેજ’ પર મુકવામાં આવ્યો છે.

હાલની પરિસ્થિતિને જોતાં કેવડી ડેમ ટૂંક જ સમયમાં હાઇ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો આગામી સમયમાં યોજનાના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદ થશે, તો ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે અને વધારાનું પાણી ડેમના વેસ્ટવિયર પરથી ઓવરફ્લો થઈને મોરણ ખાડી/નદીમાં વહેવા લાગશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે. કેવડી નાની સિંચાઇ યોજનાના નીચાણવારા વિસ્તારમાં આવતા મોરણ નદીના કિનારાના ગામો જેવા કે કેવડી, જેતપુર, કાણાઘાટ, ગાંગપુર અને પીપલવાડાના ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ નદી કે ખાડી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સંબંધિત વિભાગોને પણ આ તમામ વિસ્તારોમાં સુરક્ષા અને સાવચેતીના જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે એમ પંચાયત સિંચાઈ વિભાગના કાર્ય પાલક ઈજનેરશ્રી ડી.આર. પટેલની યાદીમાં જણાવવામાં આવેલ છે…

Exit mobile version