Site icon hindtv.in

સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ મોડ

સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ મોડ
Spread the love

સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ મોડ
વરાછાના પોદ્દાર આર્કેડના વેપારીઓ પહેલેથી જ એલર્ટ મોડમાં
મતી સામાન સુરક્ષિત સ્થળે ખસેડી આખી રાત માર્કેટમાં દેખરેખ રાખી

સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે વરાછાના પોદ્દાર આર્કેડના વેપારીઓ પહેલેથી જ એલર્ટ મોડમાં આવી ગયા હોય તેમ મોબાઇલ સહિતનો કિંમતી સામાન સુરક્ષિત સ્થળે ખસેડી આખી રાત માર્કેટમાં દેખરેખ રાખી હતી.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરતના વરાછા ખાતે આવેલ પોદ્દાર આર્કેડના વેપારીઓએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને મોબાઇલ તથા અન્ય કિંમતી ઈલેક્ટ્રોનિક્સનો સ્ટોક સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતાં. અગાઉ ભારે વરસાદને લઈ પોદ્દાર આર્કેડના વેપારીઓને કરોડોનુ નુકશાન થયુ હોય જેને લઈ આ વખતે વેપારીઓએ દુકાનોમાં રહેલા ફર્નિચર અને અન્ય સામાનને પ્લાસ્ટિકથી ઢાંકી વરસાદી પાણીથી બચાવવાના પ્રયાસો કર્યો હતો. ગયા ભારે વરસાદ દરમિયાન થયેલા મોટા નુકસાનના અનુભવ બાદ આ વખતે વેપારીઓ કોઈપણ જોખમ લેવા તૈયાર નથી. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે અનેક વેપારીઓ આખી રાત માર્કેટમાં જ રહી દેખરેખ કરી હતી.

Exit mobile version