Site icon hindtv.in

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે એલર્ટ

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે એલર્ટ
Spread the love

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે એલર્ટ
SOG એ મોટી કાર્યવાહી કરીને વિસ્ફોટકોનો જથ્થો ઝડપી પાડ્યો
એક શખ્સના ઘરમાંથી જોખમી વિસ્ફોટક સામગ્રી મળી

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે, ત્યારે નવસારી SOG એ મોટી કાર્યવાહી કરીને વિસ્ફોટકોનો જથ્થો ઝડપી પાડ્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખંભાળીયા ગામની નવી કોલોનીમાં એક શખ્સના ઘરમાંથી જોખમી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

વીઓ નવસારી એસઓજી પોલીસે અજીતભાઈ સુમનભાઈ પટેલની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન તેના નવા બની રહેલા મકાનમાંથી જીલેટીન સ્ટીક અને ડેટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો. મહત્વનું છે કે આરોપીએ કોઈપણ પ્રકારની પાસ-પરમિટ વગર આ વિસ્ફોટકો ગેરકાયદેસર રીતે ઘરમાં છુપાવી રાખ્યા હતા, જેનાથી આસપાસના લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું. આ કેસમાં ઝીણાભાઈ નાયકા (ચીખલી) અને નવાભાઈ નામના બે અન્ય શખ્સોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ વાંસદા પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ, 1884 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ, 1908 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને બાકી આરોપીઓની શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આરોપી અજીત પટેલ અગાઉ પણ દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યો છે, જેના કારણે પોલીસ તેની ભૂતકાળની પ્રવૃત્તિઓની પણ તપાસ કરી રહી છે.

Exit mobile version