Site icon hindtv.in

સુરતમાં પાર્ક કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

સુરતમાં પાર્ક કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
Spread the love

સુરતમાં પાર્ક કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
શહેરમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂબંધીના ઉડાડે છે ધજાગરા
પોલીસે લાખોના મુદ્દામાલ જપ્ત કરી કાર્યવહી હાથ ધરી છે

સુરતમાં બુટલેગરો વારંવાર દારૂબંધીના ધજાગરા ઉડાડતા હોય છે ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક એપાર્ટમેન્ટમાં પાર્ક કારમાંથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને દારૂનો જથ્થો કબ્જે લઈ તપાસ શરૂ કરી હતી.

સુરતમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે બુટલેગરો ખુલ્લેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાડે છે. ગાંધીના ગુજરાતમાં જાણે હાલ તો માત્ર કાગળ પર જ દારૂબંધી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ફરી લાખોનો દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હોવાની ઘટના બની છે. વાત છે સુરતના વેસુ વિસ્તારની. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એસ.એન.એસ. એરિસ્ટામાં પાર્ક કરેલી એક કારમાંથી વિદેશી દારૂનો લાખોનો જથ્થો મળી આવ્યો હતો. જો કે દારૂ સાથે કોઈ ન હોય જેને લઈ દારૂ કોણે મંગાવ્યુ, કોણ લાવ્યુ અને કોણે મોકલ્યુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version