Site icon hindtv.in

સુરતમાં દારૂની હેરાફેરી અટકતી નથી.

સુરતમાં દારૂની હેરાફેરી અટકતી નથી.
Spread the love

સુરતમાં દારૂની હેરાફેરી અટકતી નથી.
કોંગ્રસના સ્થાનિક નેતાએ દારૂથી ભરેલી બેગ ઝડપી પાડી
સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થઇ રહ્યા છે

સુરત શહેરમાં દારૂબંધી છતાં પણ દારૂની હેરાફેરીની ઘટનાઓ અટકતી નથી. શહેરના રેલવે સ્ટેશન પર કોંગ્રસના સ્થાનિક નેતાએ દારૂથી ભરેલી બેગ ઝડપી પાડી હતી, જેમાંથી કુલ 36 નંગ વિસ્કીની બોટલો મળી આવી હતી. દારૂની હેરાફેરીના આ પ્રયાસથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે , ટ્રેનમાં રેડ કરતી વખતે ત્રણ પેટી દારૂ ઝડપાઈ હતી, પરંતુ જ્યારે દારૂ રેલવે પોલીસને સોંપવામાં આવી ત્યારે માત્ર એક જ પેટી દારૂ બતાવવામાં આવી — જેના કારણે પોલીસની કાર્યશૈલી પર ગંભીર શંકાઓ ઊભી થઈ રહી છે. પોલીસ પોતે આ કેસમાં ફરિયાદી બની છે, જ્યારે જેમના દ્વારા દારૂ પકડવામાં આવ્યો હતો તેમને ફરિયાદી બનાવવામાં આવ્યા નથી. આ નિર્ણય પણ શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલામાં રેલવે પોલીસના વહીવટદાર પ્રશાંતનું નામ પણ સામે આવ્યું છે. સ્થાનિક સૂત્રો જણાવે છે કે બુટલેગરોને રેલવે વિસ્તારમાં પ્રવેશ માટે પ્રશાંત દ્વારા પરમિશન અપાઇ હતી, જેના કારણે તેઓ બેફામ થઇ ગયા હતા.આ ઘટનાએ રેલવે પોલીસની કાર્યશૈલી અને દારૂબંધીની અમલવારી પર અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ અને રેલવે અધિકારીઓ સામે વધુ કઈ કાર્યવાહી કરવામાં આવે છે.

Exit mobile version