Site icon hindtv.in

ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં છબરડો.

ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં છબરડો.
Spread the love

ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં છબરડો.
એરપોર્ટ પર મુસાફરોને લીધા વીના ફ્લાઈટ નીકળી ગઈ.
ભુજથી મુંબઈ જતી ફ્લાઇટ 15થી વધુને મુકીને જતી રહી

 

ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયાનો મોટો છબરડો સામે આવ્યો છે. 15 મુસાફરો મૂકીને ફ્લાઈટ ભુજથી મુંબઈ જતી રહી હોવાનું સામે આવ્યું છે. 180 સીટરને બદલે 155 સીટર ફ્લાઈટ આવતા 15 મુસાફરો રહી ગયા હતા.

એર ઈન્ડિયા છેલ્લા 1 મહિનાથી સતત ચર્ચામાં છે. ત્યારે તેની ફ્લાઈટમાં ઘણીવાર ખામી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટના બાદ પણ કેટલી વખત ફ્લાઈટમાં ખામી આવતા તાત્કાલીક લેન્ડીંગ કરવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે આ બધા વચ્ચે એર ઈન્ડિયાની ભૂલને કારણે ભુજથી મુંબઈ જતી ફલાઇટમાં 15 મુસાફરો મુસાફરી કરી શક્યા ન હતા. એડવાન્સ બુકિંગ ક્યા છતા ફ્લાઈટમાં સીટ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે. ફ્લાઈટમાં સીટ ન હોવાથી 15 મુસાફરો બેસી શક્યા નહી. વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરાતા મુસાફરો અટવાયા છે. એર ઈન્ડિયાના કર્મી અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. વીડિયોમાં એક વ્યક્તિ એર ઈન્ડિયાના મહિલા અધિકારી સાથે વાત કરી રહ્યા છે, જેમાં મુસાફર કહે છે કે, મારા દીકરાની દોઢ વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી. ફ્લાઇટ અમને મૂકીને જતી રહી અને તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી. ત્યારબાદ મહિલા ક્રૂ મેમ્બર કહે છે કે, અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું પરંતુ, હાલ કોઈ ફ્લાઇટ નથી એટલે તમારે સાંજ સુધી રાહ જોવી પડશે. આ સાંભળતા જ ત્યાં હાજર મુસાફરો રોષ વ્યક્ત કરે છે અને એર ઈન્ડિયાની આ ગંભીર બેદરકારી સામે વિરોધ કરતા જોવા મળે છે.

ક્રૂનું કહેવું હતું કે, ફ્લાઇટમાં જગ્યા નથી. જોકે, ત્યારબાદ એર ઈન્ડિયા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નહતી આવી. એર ઈન્ડિયાના કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. મુસાફરોએ રોષ ઠાલવતા રિફન્ડની માગ કરી હતી. પરંતુ એર ઈન્ડિયાની વેબસાઈટ પરથી મુસાફરોએ બુકિંગ કરાઈ છે કે અન્ય વેબસાઈટથી તે એક મોટો સવાલ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version