Site icon hindtv.in

એઆઈસીસીના નેશનલ સેક્રેટરી અજોય કુમાર સુરતના પ્રવાસે

એઆઈસીસીના નેશનલ સેક્રેટરી અજોય કુમાર સુરતના પ્રવાસે
Spread the love

એઆઈસીસીના નેશનલ સેક્રેટરી અજોય કુમાર સુરતના પ્રવાસે
કોંગ્રેસ નેતાના ભાજપ પર આકરા પ્રહાર
મોદી સરકારે ઇડીને પોતાનો ઇલેક્શન ડિપાર્ટમેન્ટ બનાવી લીધો છે : ડો. અજોય કુમાર

એઆઈસીસીના નેશનલ સેક્રેટરી ડોક્ટર અજોય કુમાર સુરતના પ્રવાસે આવ્યા હતા જ્યાં સુરત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે તેમને પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું અને નેશનલ હેરાલ્ડ મામલામાં ભાજપ દ્વારા દેશના મહત્વના મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવી મોદી સરકાર તેની નિષ્ફળતાઓને છુપાવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.

ડોક્ટર અજોય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના ઐતિહાસિક ગુજરાત અધિવેશનથી મોદી અને શાહની જોડી બોખલાઈ ગઈ છે અને તેમને કોંગ્રેસ પાર્ટી પર EDને ફરીથી છોડી દીધી છે. કોંગ્રેસના સંસદીય દળ ના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ લગાવવામાં આવેલ આરોપ વિશુદ્ધ રાજનીતિક ક્ષયંત્ર છે ગાંધી પરિવારનો દરેક સભ્ય રાજનીતિમાં હોય કે ના હોય ભાજપ તેમને નિશાન બનાવી રહ્યું છે. તેમને એવું પણ જણાવ્યું હતું કે મોદી સરકારે EDને પોતાનો ઇલેક્શન ડિપાર્ટમેન્ટ બનાવી લીધો છે અને બેશર્મિથી વારંવાર પોતાનો બદલો લેવા માટે EDનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. EDમાં જે રાજનૈતિક કેસ રજીસ્ટર થયા છે, તેમાં 98% કેસ સત્તાધારી પાર્ટીના રાજકીય પ્રતિધંધી સામે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પરિવાર વિરુદ્ધ સરકારની મશીનરીઓનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખોટા કેસોના માધ્યમથી કોંગ્રેસનું નેતૃત્વ અને તેમના પરિવારને નિશાન બનાવીને ભાજપ સરકાર કોંગ્રેસ પાર્ટીને દબાવવાની કોશિશ કરે છે. આ લોકતંત્ર અને વિપક્ષ પર સીધો અને ખતરનાક હુમલો છે. આ બદલાની રાજનીતિનું સૌથી ખરાબ સ્વરૂપ છે. સરકાર અમને ચૂપ કરાવવાની જેટલી પણ કોશિશ કરે પરંતુ અમે ચૂપ નહીં થઈએ..જે લોકો બીજાને ડરાવવાની કોશિશ કરતા હોય તે ખુદ ડરેલા છે. કોંગ્રેસ પાર્ટી તેનો સીધો સામનો કરશે અને સત્યની જીત થશે. મની લોન્ડરિંગનો કેસ વિધાઉટ મની વગર જો કોઈ કરી શકે તો તે અમિત શાહ અને મોદીજી કરી શકે છે. આવી કોઈ વાત જ નથી અને બેશર્મિથી ટીવીમાં આવીને ખોટું બોલવામાં આવી રહ્યું છે.

તેમને એવું પણ જણાવ્યું કે, નેશનલ હેરાડ સ્વતંત્રતા સંગ્રામની રાષ્ટ્રીય ધરોહર છે. કારણ કે 1937માં પુરુષોત્તમદાસ ટંડન, આચાર્ય નરેન્દ્ર દેવ, રફી અહેમદ જેવા સ્વતંત્રતા સેનાની સાથે પંડિત જવાહરલાલ નેહરુએ બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારતના સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય અવાજના રૂપમાં નેશનલ હેરાલ્ડ અખબાર શરૂ કર્યો હતો. અંગ્રેજોએ આ અખબારથી ખતરો મહેસુસ કરીને 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને આ પ્રતિબંધ 1945 સુધી ચાલ્યો.

Exit mobile version