પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર એએચટીયુનો દરોડો
બે યુવતીઓને મુક્ત કરાવી સંચાલક ઝડપાયો, 3 આરોપી વોન્ટેડ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા દેહવ્યાપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડા પાડ્યા હતાં. અને ત્યાંથી બે લલનાઓને મુક્ત કરાવી સંચાલકની ધરપકડ કરી હતી જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરાયા હતાં.
સુરતના ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વરનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ નંબર 49ના બીજા માળે દરોડા પાડ્યા હતા. એએચટીયુને એવી બાતમી મળી હતી કે દક્ષેશ્વર નગરમાં છેલ્લા છ મહિનાથી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી છે. જે માહિતીના આધારે એએચટીયુની ટીમે ત્યાં દરોડા પાડતા ત્યાંથી દેહવેપારનો સંચાલક બાબુલ ઉર્ફે બબલુ મકસદ મંડળ બે લલનાઓ સાથે મળી આવ્યો હતો. આરોપી બે મહિલાઓને રૂમમાં રાખી ગ્રાહકો પાસેથી રૂપિયા 1,000 લેતો હતો. તો દરોડા દરમિયાન પોલીસે રોકડ એક હજાર, એક મોબાઇલ ફોન સહિતની મત્તા કબ્જે કરી હતી. તો બે લલનાઓને મુક્ત કરાવી દેહવેપારમાં સંકળાયેલ રાજુ બંગાલી, અલાબીન અને અજ્જુ નામના ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

