અમદાવાદની સ્કૂલને પણ બોમ્બની ઉડાવી દેવાની ધમકી.
7 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ મળ્યો.
ગુજરાતની 34 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 34 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 19 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે.
ગુજરાતની 34 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વાળા મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ સ્કૂલોમાં વાલીઓ બાળકને લેવા દોડી આવ્યા. અને સૌના જીવ તાળવે ચોંટ્યા હતાં. ફરી એક વખત બોમ્બ થ્રેટ ઈ-મેઈલથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના નોકરી-ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતાં. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી હતી. પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ તો ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્કૂલો પર મોકલી દેવાઈ હતી. બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઇ પણ વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાતની 34 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ રાજ્યમાં સવારથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ 112 હેલ્પલાઇન પર વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર આતંકી હોવાનો ગુપ્ત કોલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. વલસાડ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

