Site icon hindtv.in

અમદાવાદ: 15 ઓગસ્ટે ઝોન 5 માં નિવૃત પોલીસ કર્મીઓનું સન્માન કરાયું

અમદાવાદ: 15 ઓગસ્ટે ઝોન 5 માં નિવૃત પોલીસ કર્મીઓનું સન્માન કરાયું
Spread the love

અમદાવાદ: 15 ઓગસ્ટે ઝોન 5 માં નિવૃત પોલીસ કર્મીઓનું સન્માન કરાયું
પીઆઈની આગેવાની હેઠળ સન્માન કાર્યક્રમ સમારોહ યોજાયો
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા

સ્વાતંત્રય દિવસની સંધ્યાએ અમદાવાદ ઝોન 5 બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે સ્વાતંત્રય દિવસે નિવૃત પોલીસ કર્મીઓ અને મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો.

અમદાવાદ શહેરમાં સીપી જી એસ મલિકના આદેશ મુજબ ઝોન 5ના ડીસીપી બળદેવ દેસાઈની આગેવાની હેઠળ એસીપી આઇ ડીવીઝનના કુણાલ દેસાઈ તથા એસીપી આર.ડી ઓઝા, તરુણ બારોટ તથા બાપુનગર, રામોલ, રખિયાલ,નિકોલ, અમરાઈવાડી, ખોખરા, ઓઢવ, ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઈઓની ઉપસ્થિતિમાં સાતેય ઝોનમાં નિવૃત પોલીસ કર્મીઓ અને મહિલાઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નિવૃત પોલીસ અધિકારીઓ કર્મીઓ અને કર્મી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓનું શાલ ઓઢાડી અને ગુલદસ્તો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સાતેય ઝોનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુનગર ખાતે આશરે 70 જેટલા અધિકારીઓ, કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત સી ટિમ દ્વારા પણ તેઓને અવગત કરાવવામાં આવ્યા હતા. સૌએ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું

Exit mobile version