સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો
ઉધના પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
વ્યાજખોર સચિન પંજબરાવ રડકે અને અમિત પંજબરાવ રડકેની ધરપકડ
સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલવા અને ગીરો રાખેલા સોનાના દાગીના પરત ન આપવાના ગંભીર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતાં.
ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ જણાવ્યું હતું કે વર્ષ 2020માં આર્થિક જરૂરિયાતને કારણે તેણે શ્રી સાઈ કૃપા નામે વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતા સચિન પંજબરાવ રડકે અને અમિત પંજબરાવ રડકે પાસેથી 56.69 ગ્રામ સોનાના દાગીના ગીરો મૂકી 2.40 લાખ ઉધાર લીધા હતા. જો કે બંને વ્યાજખોરોએ મૂળ રકમ કરતાં વધુ વ્યાજ અંદાજે 1.49 લાખ વ્યાજ લીધા બાદ પણ દાગીના પરત આપ્યા ન હતા. ત્યારબાદ ફરિયાદીએ દાગીના છોડાવવા માટે 3 લાખ પણ ચૂકવ્યા હોવા છતાં આરોપીઓએ દાગીના પરત કર્યા નહોતા અને લેવડદેવડનો હિસાબ પણ આપ્યો ન હતો. દાગીના પરત માંગતા ફરિયાદીને ધમકી આપવામાં આવી આવતા આખરે ફરિયાદીએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે બંને ભાજખોરો સચિન પંજબરાવ રડકે અને અમિત પંજબરાવ રડકેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

