Site icon hindtv.in

સુરત મનપાની કામગીરી સામે ફરી સવાલો

સુરત મનપાની કામગીરી સામે ફરી સવાલો
Spread the love

સુરત મનપાની કામગીરી સામે ફરી સવાલો
વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં રોડ અચાનક બેસી ગયા
રોડ અચાનક બેસી જતાં સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ

સુરત મનપાની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા હોય તેમ મોટા વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં રોડ અચાનક બેસી જતાં સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી.

સુરતમાં સતત બીજા દિવસે રોડ બેસવાની ઘટના સામે આવી હોય તેમ મોટા વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં અચાનક રોડ ધસી જતાં પસાર થઈ રહેલી સ્કૂલ વાનનો એક ભાગ ખાડામાં ફસાઈ ગયો હતો. ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે વાનમાં સવાર કોઈપણ બાળકને ઇજા પહોંચી નહોતી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોની મદદથી બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાએ ફરી એકવાર મનપાની રોડની ગુણવત્તા અને કામગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

Exit mobile version