Site icon hindtv.in

સુરત આરોગ્ય તંત્ર સામે ફરી સવાલો

સુરત આરોગ્ય તંત્ર સામે ફરી સવાલો
Spread the love

સુરત આરોગ્ય તંત્ર સામે ફરી સવાલો
વાયરલ વીડિયોથી આરોગ્ય વિભાગ દોડતું થયું
વાયરલ વીડિયો બાદ આરોગ્ય વિભાગની તપાસ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ સુરતના આરોગ્ય તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉભા કર્યા છે. વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જોકે, સામાન્ય લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરતું આરોગ્ય તંત્ર મોટી બ્લિન્કીત સામે કાર્યવાહી કરવામાં કેમ ઢીલાશ દાખવે છે, તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે.

સુરતમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. વાયરલ વીડિયોના આધારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે, સામાન્ય લોકો કે નાના વેપારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતું આરોગ્ય તંત્ર મોટી બ્રાન્ડ અને મોટી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં કેમ ધીમું પડે છે? અગાઉ પણ બ્લિન્કીતમાંથી ગેરરીતિ સામે આવી હોવાના આક્ષેપો થયા હતા, તેમ છતાં અસરકારક કાર્યવાહી કેમ ન થઈ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં અવારનવાર લોકો આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવે છે. તો શું સુરતનું આરોગ્ય તંત્ર પોતાની રીતે તપાસ કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે? શું વાયરલ વીડિયો બાદ જ કાર્યવાહી કરવાની રાહ જોવામાં આવે છે? હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયોના આધારે થયેલી તપાસ બાદ આરોગ્ય વિભાગ માત્ર તપાસ પૂરતી કાર્યવાહી કરે છે કે પછી જવાબદારો સામે ખરેખર કડક પગલાં ભરે છે.

Exit mobile version