Site icon hindtv.in

ખડગે બાદ પુત્રએ પીએમ મોદી ઉપર કરી વાંધાજનક ટિપ્પણી – જાણો શું કહ્યું

Spread the love

સોશિયલ મીડિયા ઉપર CryPMPayCM નામનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન કોંગ્રેસ ચલાવે છે. પીએમ મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને નિશાન બનાવે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ હવે તેના પુત્ર પ્રિયાંક ખડગેએ પણ પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી છે. પ્રિયાંક ખડગેએ પોતાના નિવેદનમાં પીએમ મોદી વિશે કહ્યું કે જો આવો નાલાયક પુત્ર હોય તો દેશ કેવી રીતે ચાલશે ?,
આ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી ઉપર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેને લઇ હોબાળો મચ્યો છે ત્યાં તેમના પુત્રએ ફરી વિવાદ ઉભો કર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને પૂર્વ મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું ‘મોદી જ્યારે માલખેડા આવ્યા ત્યારે બંજારા સમુદાયને શું કહ્યું ?
મોદીએ કહ્યું કે બંજારા સમાજનો દીકરો દિલ્હીમાં છે, પણ આવો દીકરો હશે તો કેવી રીતે ચાલશે ? તે દેશ ચલાવતા નથી. ઘરમાં નાલાયક પુત્ર હોય તો પણ ઘર સરળતાથી ચાલતું નથી.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે વડાપ્રધાન ક્યારેય રડ્યા નથી. તેમણે કહ્યું કોંગ્રેસ જ છેલ્લા નવ વર્ષથી રડી રહી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર CryPMPayCM નામનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન કોંગ્રેસ ચલાવે છે અને પીએમ મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને નિશાન બનાવે છે. જ્યારે મીડિયાએ બસવરાજ બોમ્માઈને આ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે ‘વડાપ્રધાન ક્યારેય રડ્યા નથી, તે કોંગ્રેસ જ છે જે છેલ્લા નવ વર્ષથી રડે છે અને તે એટલું રડ્યું છે કે તેની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા છે અને લોકોને પણ તેમની સાથે સહાનુભૂતિ નથી.

કર્ણાટકમાં ભાજપ સરકાર ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવી રહી છે. આ જ કારણ છે કે મુખ્યમંત્રી બોમાઈ પણ વિપક્ષના નિશાના ઉપર છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેર સભા દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેના ઉપર પીએમ મોદીએ શનિવારે બિદરની ચૂંટણી રેલીમાં કહ્યું કે અત્યાર સુધી કોંગ્રેસે 91 વખત તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે. પીએમએ કહ્યું કે ગાળો આપવામાં સમય બગાડવાને બદલે જો કોંગ્રેસે સુશાસનમાં આટલી મહેનત કરી હોત તો તેમની હાલત દયનીય ન હોત.
કોંગ્રેસ અને જેડીએસને પારિવારિક પક્ષો ગણાવતા પીએમ મોદીએ કહ્યું હતું કે કર્ણાટક કોંગ્રેસના નેતાઓ 24 કલાક દિલ્હીમાં બેઠેલા પરિવારની આસપાસ ફરે છે. તેણે દરેક નિર્ણય માટે દિલ્હી પરિવાર પાસેથી લીલી ઝંડી લેવી પડે છે.

Exit mobile version