Site icon hindtv.in

કોમનવેલ્થની યજમાની મળ્યા બાદ DyCM પહોંચ્યા ગુજરાત

કોમનવેલ્થની યજમાની મળ્યા બાદ DyCM પહોંચ્યા ગુજરાત
Spread the love

કોમનવેલ્થની યજમાની મળ્યા બાદ DyCM પહોંચ્યા ગુજરાત
વલસાડમાં હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત
સ્કોટલેન્ડથી મુંબઈ અને મુંબઈથી વલસાડ પહોંચ્યા

અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.” વલસાડ પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ આ જીતનો શ્રેય ગુજરાત સરકારના રમતગમત પ્રત્યેના સકારાત્મક વલણ અને માળખાકીય સુવિધાઓના વિકાસને આપ્યો હતો.

ગુજરાત સરકારની 12 મી વાર્ષિક ચિંતન શિબિર વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં શરૂ થઈ છે. વિષય “સામુહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” હેઠળ આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રઈ પટેલની નેતૃત્વમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ અને 240થી વધુ વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. આ શિબિરમાં રાજ્યના વિકાસ માટેની વ્યૂહાત્મક ચર્ચાઓ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ક્ષણને “અભૂતપૂર્વ ગર્વનો ક્ષણ” ગણાવીને કહ્યું કે, “આ ગુજરાત અને ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના સનિષ્ઠ પ્રયાસોના પરિણામે આ મંજૂરી મળી છે. તેમના માર્ગદર્શનમાં આપણે વિશ્વને ભારતને આંગણે આવકારવા અને ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા માટે સજ્જ છીએ.” તેમણે વધુ કહ્યું કે, આ ઘટના રાજ્યના રમત ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ છે, જે આધુનિક રમત સુવિધાઓનું વિસ્તરણ કરશે અને યુવાનો તથા રમતવીરોને નવી તકો આપશે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું વલસાડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે અત્યંત ગર્વની વાત છે. રાજ્યમાં રમતગમતની સુવિધાઓ માટે વિશ્વકક્ષાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને ભૂતકાળમાં પણ અનેક આંતરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતમાં સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમદાવાદ હવે માત્ર એક શહેર નથી, તે ભારતના આત્માને પ્રતિબિંબિત કરશે. અમદાવાદ વિશ્વનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. નાયબ મુખ્યમંત્રીએ આ જીતનો શ્રેય ગુજરાત સરકારના રમતગમત પ્રત્યેના સકારાત્મક વલણ અને માળખાકીય સુવિધાઓના વિકાસને આપ્યો હતો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેઓ ગ્લાસ્ગોથી સીધા ચિંતન શિબિર પહોંચ્યા હતા, તેમણે પણ આ પ્રસંગે જણાવ્યું કે, હું પીએમ મોદીનો આભાર માનું છું કે તેમની દૂરંદેશીના કારણે જ આજે આપણે આટલી મોટી ટૂર્નામેન્ટનો અવસર મળ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્પોર્ટ્સ ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરી છે. આ સાથે જ તેમણે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સને સફળતાપૂર્વક પૂરી પાડવાની આશા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે, તેઓ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા સાથે ગ્લાસ્ગોમાં હાજર હતા, જ્યાં મંજૂરીની જાહેરાત થઈ. હર્ષભાઈએ કહ્યું કે, “આ મંજૂરી ભારતની રમત સંસ્કૃતિને મજબૂત કરવાના વડાપ્રધાનના સતત પ્રયાસોનું પરિણામ છે.” ગ્લાસ્ગોમાં જાહેરાત પછી 20 ગરબા નૃત્યકારો અને 30 ઢોલ વાદ્યકારોએ જનરલ એસેમ્બ્લી હોલમાં પ્રવેશ કરીને ભારતીય સંસ્કૃતિનો રંગચંડીયા રજૂ કર્યો, જેનાથી વિદેશી પ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version