Site icon hindtv.in

સુરત શહેરમાં ભારે વરસાદ બાદ મેયર માવાણી જાતે મેદાનમાં ઉતર્યા

સુરત શહેરમાં ભારે વરસાદ બાદ મેયર માવાણી જાતે મેદાનમાં ઉતર્યા
Spread the love

સુરત શહેરમાં ભારે વરસાદ બાદ મેયર માવાણી જાતે મેદાનમાં ઉતર્યા
ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી
અધિકારીઓને તાત્કાલિક કામગીરીના નિર્દેશ આપ્યા

સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને મેયર માયાબેન માવાણી જાતે મેદાનમાં ઉતર્યા હતાં. અને શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને તેમજ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી અધિકારીઓને તાત્કાલિક કામગીરીના નિર્દેશ આપ્યા હતાં.

સુરત શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ઝાડ ધરાશાયી થવા અને ટ્રાફિક પ્રભાવિત થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિ વચ્ચે મેયર માયાબેન માવાણી તાત્કાલિક મેદાનમાં પહોંચ્યા અને શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મેયરે સુરત મહાનગર પાલિકાના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ શહેરભરની સ્થિતિનો તાગ મેળવ્યો. વિવિધ ઝોનના અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી જ્યાં પાણી ભરાયા છે, ઝાડ પડ્યા છે અને અન્ય સમસ્યાઓ સર્જાઈ છે ત્યાં તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી. મેયરે તમામ ઝોનના વડાઓ, કાર્યપાલક ઈજનેરો તેમજ ટેકનિકલ સ્ટાફને ફિલ્ડ પર હાજર રહી કામગીરીમાં ઝડપ લાવવા આદેશ આપ્યા હતાં. ખાસ કરીને વરાછા, લિંબાયત અને રાંદેર ઝોનના અધિકારીઓને સતત મોનિટરિંગ રાખી લોકોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

Exit mobile version