Site icon hindtv.in

સુરતમાં ભારે વરસાદ બાદ પોદાર આર્કેડમાં હાલત દયનીય

સુરતમાં ભારે વરસાદ બાદ પોદાર આર્કેડમાં હાલત દયનીય
Spread the love

સુરતમાં ભારે વરસાદ બાદ પોદાર આર્કેડમાં હાલત દયનીય
250 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થ
અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાને બદલે કહ્યું અમારી જવાબદારી નથી

સુરતમાં ભારે વરસાદ બાદ પોદાર આર્કેડમાં વેપારીઓની હાલત દયનીય બની હોય તેમ 250 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી હોય તેમ સુરતના વરાછા ખાતે આવેલ પોદાર આર્કેડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ હજુ પણ યથાવત હોય તેમ 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્કેટમાંથી પાણી ઉતર્યું નથી, જેના કારણે અંદાજે 250 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓનો માલસામાન, મશીનરી અને અન્ય કિંમતી વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ કુલ નુકસાન 200 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. વેપારીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં પાલિકાના અધિકારીઓ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. વેપારીઓનો આક્ષેપ છે કે ફરિયાદ કરતાં અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાને બદલે આ અમારી જવાબદારી નથી એવો જવાબ આપ્યો હતો. વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે મેયરને રજૂઆત કરતાં પણ અમે વ્યસ્ત છીએ, સમય મળશે ત્યારે આવીશું એવો જવાબ મળ્યો હતો. હાલ વેપારીઓ તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી, નુકસાનનું સર્વેક્ષણ અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

Exit mobile version