મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરતમાં ભાગી આવ્યા
સુરત ભાગી આવેલા રીઢા ચોરોને સારોલી પોલીસે ઝડપી પાડ્યા
આરોપીઓ રાજેશ માલવી, દિલ્લુ પપ્પુ અને અંકીત મુકેશ ગોદાવન
મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગી આવેલા રીઢા ચોરોને સારોલી પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીના, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ યુબી મેંદપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ મેંદપરાની ટીમનેમળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાનુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગી આવેલા આરોપીઓ રાજેશ મદનલાલ માલવી, દિલખુશ ઉર્ફે દિલ્લુ પપ્પુ બાંછડા અને અંકીત મુકેશ ગોદાવનને ઝડપી પાડી તેઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન મળી 12 લાખ 52 હજારથી વધુની મત્તા કબ્જે કરી ત્રણેયનો કબ્જો મહારાષ્ટ્રની કાસા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

