અમદાવાદમાં ચંડોળા બાદ વધુ એક તળાવ પર ચાલ્યું ‘દાદા’નું બુલડોઝર
કમલ તળાવ પર ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર.
આશરે 150 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ.
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં કમળ તળાવ પર થયેલા દબાણો પર બુલડોઝર ફર્યું છે. ગેરકાયદે બંધાયેલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે,
અમદાવાદના સરદારનગરમાં એએમસી દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કમલ તળાવ પર થયેલ દબાણો પર બુલડોઝર ફર્યું હતું. 150 થી વધુ મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર બંધાયેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અમદાવાદના સરદારનગરમાં ગેરકાયદેસ સોસાયટીઓ બનાવવામાં આવી હતી. જે બાબતે એએમસી દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. સતત 21 દિવસથી કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા વિઝિટ કરવામાં આવી રહી હતી. અનેક લોકો સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી છે. પરંતું જે લોકોએ જગ્યા ખાલી કરી નથી. ત્યાંથી દબાણ હટાવવાની કામકાજ ચાલી રહ્યું છે. કાટમાળ હટાવ્યા પછી તળાવનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. દબાણ હટાવવા થી કુલ 15000 ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવશે.
થોડા સમય પહેલા અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, AMC-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 8 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફેઝ 2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ તરફના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8500 દબાણો હટાવવામાં આવ્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

