100 વર્ષ બાદ હાઇબ્રિડ સૂર્યગ્રહણ – કઈ રાશિઓને કરાવશે લાભ ?

Spread the love

વર્ષ 2023 નું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે તેમજ સૂતક કાળ પણ પાળવામાં નહીં આવે પરંતુ સૂર્યગ્રહણની અસર દરેક રાશિના જાતકોના જીવન ઉપર તો અસર પડશે જ.
દર વર્ષે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે જેને એક ખગોળીય ઘટના માનવામાં આવે છે. એવી જ રીતે આ વખતે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ તા.20 મી એપ્રિલે જોવા મળશે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર જરુર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તા.20 મી એપ્રિલે જ્યારે સૂર્યગ્રહણ થશે તે સમયે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં બિરાજમાન હશે. એટલું જ નહીં વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે ત્યારે એક અદભૂત નજારો પણ જોવા મળશે જે 100 વર્ષ બાદ સર્જાઈ રહ્યો છે. તા.20 મી એપ્રિલે 3 પ્રકારના સૂર્યગ્રહણ જોવા મળશે, આ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિકોએ હાઇબ્રિડ સૂર્યગ્રહણ નામ આપ્યું છે. તો જાણીએ આ હાઇબ્રિડ સૂર્યગ્રહણ શું છે અને સૂર્યગ્રહણથી કઈ રાશિઓને લાભ અને ગેરલાભ થશે.
વર્ષ 2023 નું પહેલું સૂર્યગ્રહણ આવનારી તા.20 મી એપ્રિલ ગુરુવારે સવારે 07:04 કલાકે શરૂ થશે અને બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે. એટલે કે આ વખતે સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાક 24 મિનિટ જેટલો રહેશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં.
વાસ્તવમાં સૂર્યગ્રહણ 3 પ્રકારના હોય છે. આંશિક સૂર્યગ્રહણ – પૂર્ણ સૂર્યગ્રહણ અને કુંડલાકાર સૂર્યગ્રહણ, વૈજ્ઞાનિકોના મત અનુસાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ ત્રણેય પ્રકારથી જોવા મળશે એટલે કે સૂર્યગ્રહણના ત્રણેય પ્રકારના મિશ્રણ સમાન જેવા હશે.
વૈજ્ઞાનિકોના મત અનુસાર સૂર્ય ગ્રહણના સમયે તે આંશિક કુંડલાકાર અને પૂર્ણ હોય તો તેને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવાય છે. માનવામાં આવે છે કે આવી ખગોળીય ઘટના 100 વર્ષ પછી થઇ રહી છે. આ ખગોળીય ઘટના ત્યારે સર્જાય છે કે જ્યારે ચંદ્ર સૂર્યના નાના ભાગને જ પ્રભાવિત કરતો હોય છે.
પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે સર્જાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી લાઇનમાં આવે છે. એવામાં પૃથ્વીના એકભાગમાં સંપૂર્ણ અંધારુ છવાઈ જાય છે.
કુંડલાકાર સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે અને એકદમ અલગ છે. આ સૂર્યગ્રહણમાં ચંદ્ર સૂર્યની બરાબર વચ્ચે આવી જાય છે એટલે કે સૂર્ય એક ચમકદાર રીંગ જેવો જોવા મળશે, આને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર વર્ષનું આ પહેલું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળવાનું નથી ત્યારે સૂતક કાળ પણ નહીં પાળવામાં આવે પરંતુ સૂર્યગ્રહણની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પાડવાની છે ત્યારે માન્યતા અનુસાર આ સૂર્યગ્રહણ સિંહ – વૃશ્ચિક – કુંભ અને મીન રાશિના જાતકો ઉપર તેની શુભ અસર પડશે, આ રાશિઓને સમાજમાં માન-સન્માન તેમજ ધનલાભની પ્રાપ્તિ થશે. તેની સાથે જ આ રાશિઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ સફળ રહેશે.

( નોંધ : માહિતી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો વૈજ્ઞાનિક આધાર નથી..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *