Site icon hindtv.in

સુરતના ભાઠેના 80 ફૂટ રોડ પર એડવોકેટ શોએબ શેખ પર ચપ્પુથી હુમલો

સુરતના ભાઠેના 80 ફૂટ રોડ પર એડવોકેટ શોએબ શેખ પર ચપ્પુથી હુમલો
Spread the love

સુરતના ભાઠેના 80 ફૂટ રોડ પર એડવોકેટ શોએબ શેખ પર ચપ્પુથી હુમલો
ચપ્પુ હુમલાના આરોપી પ્રવિણ રાઠોડને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં નજીવી બાબતોમાં પણ જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભાઠેનાના 80 ફૂટ રોડ પર એડવોકેટ શોએબ શેખ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. તો સલાબતપુરા પોલીસે હુમલાખોર પ્રવિણ રાઠોડને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સુરતના ભાઠેના વિસ્તારમાં વકીલની ઓફિસમાં જ ચપ્પુથી હુમલાની ઘટના સામે આવી છે. 80 ફૂટ રોડ પર દસ્તાવેજી કામગીરી કરતા એડવોકેટ શોએબ શેખ પોતાની ઓફિસમાં બેઠા હતા, તે દરમિયાન પ્રવિણ રાઠોડ નામના શખ્સે ગેરસમજમાં તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વકીલે બૂમાબૂમ કરતા અન્ય વ્યક્તિ ત્યાં આવી પહોંચતા હુમલાખોર ચપ્પુ લઈને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત વકીલને સારવાર અપાયા બાદ બાર કાઉન્સિલના પ્રતિનિધિ ઝકી શેખે કાનૂની મદદ કરી હતી. સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે આરોપી પ્રવિણ સોમા રાઠોડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version