આજે 12 મી માર્ચથી સુરત મનપામાં વહિવટદારનુ શાસન
રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા આઈએએસ દ્વારા ચાર્જ લેવાયો
નીતિવિષયક અને વહીવટી નિર્ણયો વહીવટદાર દ્વારા લેવાશે
સુરત મહાનગરપાલિકામાં આજે 12 મી માર્ચથી સુરત મનપામાં વહિવટદારનુ શાસન લાગુ થયુ હોય રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા આઈએએસ દ્વારા ચાર્જ સંભાળાયો હતો.
જન પ્રતિનિધિઓની ટર્મ પૂરી થતા હવે સુરત મહાનગર પાલિકામાં વહીવટદાર શાસન લાગુ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વરિષ્ઠ આઈએએસ અધિકારી મિલીન્દ તોરવણેએ સુરત મહાનગર પાલિકાના વહીવટદાર તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. હવે જ્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ ન યોજાય અને નવું બોર્ડ અસ્તિત્વમાં ન આવે, ત્યાં સુધી સુરત શહેરના તમામ નીતિવિષયક અને વહીવટી નિર્ણયો વહીવટદાર દ્વારા લેવામાં આવશે.

