લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન
આપણે અગત્યના બિલ પર ચર્ચા કરી રહ્યા છે
આપણે બધાએ મહિલાઓ પાસેથી ઘણું શીખ્યું
સંસદના વિશેષ સત્રમાં સરકારે મહિલા અનામત (131 મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) બિલ રજૂ કર્યું છે. જેના પર આજે સાંજે મતદાન થવાનું છે. મતદાન પહેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન કર્યું હતું.
સંસદના વિશેષ સત્રમાં સરકારે મહિલા અનામત (131 મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) બિલ મુદ્દે ભાષણની શરૂઆતમાં જ જ્યારે સ્પીકરે તેમના હાથમાં લાગેલી ઈજા વિશે પૂછ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો કે, સર, અંગૂઠામાં ઈજા થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું પ્રિયંકા ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમંત્રીના ચહેરા પર સ્મિત જોવા મળ્યું, રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં મહિલાઓ એક ‘સેન્ટ્રલ ફોર્સ’ છે. આપણા સૌના જીવનમાં માતા અને બહેન તરીકે મહિલાઓનું સ્થાન અત્યંત મહત્વનું છે. પોતાની બહેન પ્રિયંકા ગાંધીના સંબોધનનો ઉલ્લેખ કરતા રાહુલે સ્વીકાર્યું કે, ગઈકાલે જ્યારે પ્રિયંકા બોલી રહી હતી, ત્યારે તેણે માત્ર 5 જ મિનિટમાં એ કરી બતાવ્યું જે હું 20 વર્ષમાં કરી શક્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રિયંકા ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ચહેરા પર સ્મિત જોવા મળ્યું, જે આજ સુધી હું પણ કરી શક્યો નથી.
રાહુલ ગાંધીએ જાદુગરની વાર્તા અને બિઝનેસમેન શબ્દનો પ્રયોગ કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ઊભા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની જનતાએ મત આપીને વડાપ્રધાન બનાવ્યા છે. રાહુલ ગાંધીના શબ્દોને કાર્યવાથીમાંથી બહાર કરવા જોઈએ અને તેમણે માફી માંગવી જોઈએ. કેન્દ્રીય મંત્રીઓની નારાજગી બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ નેતાઓને એવો ભ્રમ છે કે તેઓ પોતે જ દેશની જનતા અને સેના છે. અમે ભારતની જનતા કે ભારતની સેના પર કોઈ પ્રહાર નથી કરતાં અમે તમારા પર પ્રહાર કરી રહ્યા છીએ. ભારતની જનતા અને સેના પાછળ છુપાવવાનું બંધ કરો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

