માંડવી વોર્ડ નંબર 4 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
મહિલા સંશોધનબિલ નુંલાઈવ પ્રસારણ કરાયું
ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કાર્યક્રમ
માંડવી વોર્ડ નંબર 4 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહિલા સંશોધનબિલનું લાઈવ પ્રસારણ ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં નિહાળી ચૂંટણીલક્ષી બેઠક સંબોધી .
માંડવી વોર્ડ નંબર 4 માર્કેટ ફળિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા સંશોધન બિલ નું લાઈવ પ્રસારણ કાર્યકરો સાથે રાત્રે 8:30 કલાકે નિહાળી વોર્ડ નંબર 4 ની ચૂંટણીલક્ષી બેઠક કુવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કુવરજીભાઈ હળપતિ દ્વારા જણાવ્યું હતું કે, તમામ કાર્યકરોએ ચારે ચાર ઉમેદવારને એકસરખા કમળ નાનિશાન પર મતદાન કરી જંગી લીડથી ચૂંટી લાવવા જણાવ્યું હતું અને આ વખતે 24 સે 24 બેઠક જંગીથી લીડથી જીતીશું એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા મહામંત્રી જગદીશ પારેખ માંડવી નગર કન્વીનર ધર્મેન્દ્રસિંહ મહિડા, તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમીશાબેન રાઠોડ , શાહીનબાનુ રાવત, દર્શન સિંહ પરમાર તથા યાસીન મુલતાની તથા વોર્ડ નંબર ચારના કાર્યકરો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી નગર ભાજપ મહામંત્રી શાલીનભાઈ શાહે કર્યું હતુ…

