Site icon hindtv.in

સુરત જિલ્લાના નવ તાલુકામાં અરેઠ તાલુકાનો ઉમેરો

સુરત જિલ્લાના નવ તાલુકામાં  અરેઠ તાલુકાનો ઉમેરો
Spread the love

સુરત જિલ્લાના નવ તાલુકામાં અરેઠ તાલુકાનો ઉમેરો
અરેઠ તાલુકોનો શુભારંભ નાણામંત્રીની અધ્યક્ષતામાં કરાઈ
વિસ્તારના લોકોમાં ખુશી અને આનંદનો મહોલ છવાયો

સુરત જિલ્લાના નવ રચિત અરેઠ તાલુકો આજથી નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વિધીવત રીતે શુભારંભ કરાયો

સુરત જિલ્લાના નવ તાલુકામાં અરેઠ તાલુકાનો ઉમેરો કરરયો છે આ વિસ્તારના લોકોમાં ખુશી અને આનંદનો મહોલ છવાયો હતો આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ એ જાહેર મંચ પરથી વિરોધી ઓને કહ્યું જેમ આજના દિવસે રાવણ નૉ વધ થયો છે. એમ વિરોધ કરનારા નૉ આજે વધ થઈ ગયો છે આમ તો સુરત જિલ્લાના નવ તાલુકા અને તેમાંય માંડવી તાલુકાના 43 ગામડા અલગ કરી નવા અરેઠ તાલુકાની જાહેરાત કરાતા હવે સુરત જિલ્લના દસ તાલુકા કાર્યરત થયા. જેમાં નવરચિત અરેઠ ને નવા તાલુકા તરીકે આજે વિધિસર શુભારંભ નાણામંત્રી અને ઊર્જા મંત્રીકનુભાઈ દેસાઈની અધ્યક્ષ સ્થાને કરાયો. જેમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ, બારડોલી સાંસદ પ્રભુ વસાવા, ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ હાજર રહ્યા હતાસ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આસપાસ છે ત્યારે રાજ્ય સરકારે નવા તાલુકાની જાહેરાત કરી છે એમાં સુરત જિલ્લા માં હવે નવ તાલુકા માં વધુ એક અરેઠ તાલુકા તરીકે જાહેરાત કરાતા હવે દસ તાલુકા નૉ સમાવેશ થયો છે. અરેઠ ને તાલુકા તરીકે જાહેરાત કરતા આજે અરેઠ પ્રાથમિક શાળા ને નવા અરેઠ તાલુકા તરીકે તબદીલ કરી દેવામાં આવી છે. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહીત તમામ કચેરી એટલે કે નવા અરેઠ તાલુકાનને વિધિવત આજથી શુભારંભ કરાયો છે જેમાં નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે તાલુકા પંચાયત ની તમામ કચેરી આજથી કાર્યરત કરાઈ છે જેમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ જાહેર મંચ પરથી આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વિરોધીઓ પાસે વિરોધ કરવા સિવાય કશું જ બચ્યું નથી આજના દિવસે રાવણ નૉ વધ થયો હતો અને નવા તાલુકાનો વિરોધ કરનારા નૉ પણ આજે વધ થઈ ગયો છે તેમજ સાડા ત્રણ હેક્ટર જમીન સંપાદિત કરવાની મંજૂરી મળી ગઈ છે કાર્યક્રમના અધ્યક્ષ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિદ્યાદશ્મી અને ગાંધીબાપુ ના જન્મદિન નિમિત્તે અરેઠ તાલુકાનો અમલીકરણનો વિધિવત રીતે શુભારંભ કરાવ્યો છે..

Exit mobile version