Site icon hindtv.in

સુરતમાં અડાજણ, ઉત્રાણ અને પાંડેસરા બાદ અલથાણમાં વિરોધ

સુરતમાં અડાજણ, ઉત્રાણ અને પાંડેસરા બાદ અલથાણમાં વિરોધ
Spread the love

સુરતમાં અડાજણ, ઉત્રાણ અને પાંડેસરા બાદ અલથાણમાં વિરોધ
આશીર્વાદ વિલા સોસાયટીના રહિશોએ બેનરો લગાડી વિરોધ કર્યો
ખુદ ભાજપ કાર્યકરે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

સુરતમાં અડાજણ, ઉત્રાણ અને પાંડેસરા બાદ હવે વિવિધ મુદ્દાઓને લઈ અલથાણની આશીર્વાદ વિલા સોસાયટીના રહિશોએ બેનરો લગાડી ચુંટણી બહિષ્કારની ચિમકી આપી છે.

સુરતના અલથાણ આશીર્વાદ વિલા સોસાયટીના લોકોનો રોષ સામે ચૂંટણી એ જોવા મળ્યો હોય તેમ સોસાયટી બહાર બેનરો લગાડી ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સોસાયટી બહાર ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાના બેનરો લગાડ્યા હતાં. અને કહ્યુ હતુ કે છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી સમસ્યાનું કોઈ સમાધાન થયુ નથી. ટાઉન પ્લાનિંગના નામ પર માત્ર અસુવિધાના આક્ષેપ છે. મુખ્ય રોડ પણ બાજુની પ્રોપર્ટીમાં એલોટ કર્યાનાં આક્ષેપ સાથે ગાર્ડન અને રિઝર્વેશનની જગ્યા છીનવી હોવાનો પણ તંત્ર સામે આરોપ લગાવ્યા હતાં. શાસકોને અનેક વખત રજુઆત કરી હોવા છતાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં થતા ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી હતી. તો ખુદ ભાજપ કાર્યકરે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા કહ્યું હતુ કે અમોને લોકશાહી પરથી ભરોસો અને વિશ્વાસ ઊઠી ગયો છે. ચૂંટણી જીતી ગયા બાદ શાસક પક્ષના લોકો ફરકતા નથી જેથી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરાયો છે.

Exit mobile version