Site icon hindtv.in

સુરતની અડાજણ પોલીસે ધાક-ધમકી આપનારની કરી ધરપક

સુરતની અડાજણ પોલીસે  ધાક-ધમકી આપનારની કરી ધરપક
Spread the love

સુરતની અડાજણ પોલીસે ધાક-ધમકી આપનારની કરી ધરપક
એ.સી.બી. પીઆઈના મિત્ર હોવાની ખોટી ધાક-ધમકી આપી
ફરિયાદીનો પીછો કરી ગુનો કર્યો હોવાની કબુલાત કરી

સુરતની અડાજણ પોલીસે આર.ટી.ઓને લગતુ ગેર કાયદેસર કામ કરવા ધાક-ધમકી આપી પીછો કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, સંયુકત પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર લખધીરસિંહ ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર બી.એ. ચૌધરી દ્વારા આરટીઓને લગતુ ગેરકાયદેસર કામ

કરાવવા ધાકધમકી આપી પીછો કરતા આરોપીને શોધી કાઢવા સુચના આપી હોય જેને લઈ પીઆઈ વીએ જોગરાણાની ટીમ પીએસઆઈ એસજે વસાવા ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેકો ભીખનભાઇ તથા પોકો અશોકકુમાર તથા પોકો શિવરાજ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસના આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી જગદિશ ઉર્ફે જગો બાલુ પટેલને પકડી પાડી પુછપરછ કરતાં આરોપીએ છેલ્લાં 20 વર્ષથી આર.ટી.ઓ.નું કામ કરતો હોવાનુ અને એ.સી.બી. પીઆઈના મિત્ર હોવાની ખોટી ધાક-ધમકી આપી ફરિયાદીનો પીછો કરી ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી.

Exit mobile version