Site icon hindtv.in

સુરતમાં સદ્દામ-ગોડીલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી

સુરતમાં સદ્દામ-ગોડીલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
Spread the love

સુરતમાં સદ્દામ-ગોડીલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
ગેંગ પર યુએસડીટી અને જીએસટી કૌભાંડ સહિત 13 ગુના નોંધાયેલા,
મોડસ ઓપરેન્ડીથી ધનિક વ્યક્તિઓને ટાર્ગેટ કરતા

સુરતમાં અનેક લોકોને ધમકાવી તેઓની મિલ્કતો પડાવી લેવાની સાથે તેઓ બળજબરીથી ધમકી આપી રૂપિયા પડાવી લેવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલા સદ્દામ અને ગોડિલ ગેંગ વિરૂદ્ધ સુરત પોલીસે ગુજસીટોકનો હથિયાર ઉગામ્યો છે.

સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનારાઓ સામે પોલીસે ગુજસીટોકનો હથિયાર ઉગામ્યો છે જેને લઈ અનેક માથાભારે આરોપીઓ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધી જેલમાં ધકેલી દીધા હતા. તો થોડા સમયથી ગરીબો તથા વેપારીઓને ધાક ધમકી આપી તેઓની મિલ્કત તથા પૈસા પડાવતા આરોપીઓ જેમાં બચાવ બંધુઓ અને સાહિદ ગોડિલ એટલે કે સદ્દામ અને ગોડિલ ગેંગ સામે અસંખ્ય ફરિયાદો નોંધાતા આખરે સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ગોડિલ અને સદ્દામ ગેંગ સામે ગુજસીટોકનો હથિયાર ઉગામી ગેંગ સામે ફરિયાદ નોંધી હતી. જે અંગે એસઓજીના નાયબ પોલીસ કમિશનરએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version