Site icon hindtv.in

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
Spread the love

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
હોટલ અને રેસ્ટોરન્ટ સામેની સતત બીજા દિવસે કાર્યવાહી યથાવત
209 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાક

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની હોટલ અને રેસ્ટોરન્ટ સામેની કાર્યવાહી સતત બીજા દિવસે પણ યથાવત રહી છે. શહેરમાં 209 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. સતત બીજા દિવસે પણ શહેરની 209 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 548 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 128 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર બેદરકારી બદલ 43 હોટલ અને રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા છે.

ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર જ કાર્યવાહી કરતા 4.43 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો સામે ફૂડ વિભાગની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.

Exit mobile version