Site icon hindtv.in

સુરતમાં રૂ. 24.45 લાખની છેતરપિંડીમાં કાર્યવાહી

સુરતમાં રૂ. 24.45 લાખની છેતરપિંડીમાં કાર્યવાહી
Spread the love

સુરતમાં રૂ. 24.45 લાખની છેતરપિંડીમાં કાર્યવાહી
ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશોક શર્માને ઝડપી પાડ્યો
આરોપી અશોક શર્માને સરદાર માર્કેટથી ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સલાબતપુરા પોલીસ મથકમાં 24.45 લાખના કાપડ ચીટીંગના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત શહેર વિશ્વભરમાં ટેક્ષટાઈલ અને કાપડ માર્કેટમાં સારી નામના ધરાવતુ શહેર છે જેમા ઘણા બધા લેભાગુ, બની બેઠેલા કાપડના વેપારીઓ કરોડો રૂપિયાનો કાપડનો વેપાર કરી દુકાનો બંધ કરી સુરત શહેર છોડી ભાગી જઈ ગુનાઓ આચરતા હોય છે જેના લીધે સુરત શહેરની છબી ખરડાઈ છે. આવા કાપડ ચીટીંગના વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર નાઓએ સુરત ક્રાઈમ બ્રાન્ચને સુચના આપી હોય જે અન્વયે સુરત ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી તે દરમ્યાન વાહનચોરી સ્કોડનાં પી.એસ.આઈ.ની ટીમને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે 24.45 લાખ રૂપિયાના કાપડ ચીટીંગના છેલ્લા ત્રણ વર્ષથી સલાબતપુરા પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપી અશોક બદ્રીપ્રસાદ શર્માને સરદાર માર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version