Site icon hindtv.in

દુબઈ-સુરતની ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીવાના કેસમાં કાર્યવાહી

દુબઈ-સુરતની ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીવાના કેસમાં કાર્યવાહી
Spread the love

દુબઈ-સુરતની ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીવાના કેસમાં કાર્યવાહી
ફરી એક વખત ફલાઇટમાં ઈ સિગારેટ પિતા યુવક ઝડપાયો
ફ્લાઈટમાં એરહોસ્ટેસે ઈ-સિગારેટ ફૂંકતા મુસાફરને પકડ્યો

ફરી એક વખત ફલાઇટમાં ઈ સિગારેટ પિતા યુવક ઝડપાયો છે. આરોપીની તલાસી લેતા તેની પાસેથી પોલીસે ત્રણ દારૂની બોટલો પણ મળી આવી હતી જે પોલીસે કબજે કરી છે.

દુબઈમાં હીરા કંપનીમાં નોકરી કરતા કતારગામનો યુવક દુબઈ-સુરત ફ્લાઈટમાં ઈ સિગારેટ પિતા ઝડપાયો હતો. દુબઈ-સુરત ફ્લાઈટમાં એરહોસ્ટેસે ઈ-સિગારેટ ફૂંકતા મુસાફરને પકડ્યો હતો અને ફ્લાઈટ સુરત લેન્ડ થતા સિક્યુરિટીને જાણ કરી હતી જેથી સિક્યુરિટી ટીમે તેને અટકાવ્યો હતો. પ્રતિબંધિત સિગારેટ પ્લેનમાં લઇ જવા સાથે સ્મોકિંગ કરવાની કરતૂત કરનાર આરોપી રાજેશ પરમાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમ્યાન તેની તલાસી લેતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ પણ મળી આવી હતી. ડુમસ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપી રાજેશ પરમારની ધરપકડ કરી હતી અને દારૂની બોટલો કબજે કરી હતી.

Exit mobile version