સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી બસોના જમાવડા ઉપર કાર્યવાહી
હિરાબાગ સર્કલ પાસે આરવન ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી
વાહન ચાલકોને ઓનલાઈન દંડ ફટકારાયો હ
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી બસોના જમાવડા સામે લાલ આંખ કરાઈ હોય તેમ એલએચ રોડ પર હિરાબાગ સર્કલ પાસે આરવન ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી.
સુરતમાં જાહેર રસ્તા પર બસો ઉભી રાખી ટ્રાફિક કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે સુરતના વરાછા ખાતે આવેલ એલ.એચ રોડ પર હિરાબાગ સર્કલ પાસે રોંગ સાઈડમાં આવતા બસોના ચાલકોને આંતરી આરવન ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ઓનલાઈન દંડ ફટકારાયો હતો. વહેલી સવારે ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઈ રોંગ સાઈડે આવનાર બસ ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

