Site icon hindtv.in

સુરત મિનિબજારમાં વૈશાલી વડાપાવ સામે કાર્યવાહી

સુરત મિનિબજારમાં વૈશાલી વડાપાવ સામે કાર્યવાહી
Spread the love

સુરત મિનિબજારમાં વૈશાલી વડાપાવ સામે કાર્યવાહી
વડાપાવમાંથી પથ્થર મળ્યાની ફરિયાદ બાદ ફૂડ સેફ્ટી વિભાગની તપાસ
વડાપાવ-તેલના સેમ્પલ લઈ સંસ્થાને ₹5 હજારનો દંડ ફટકારાયો

સુરતના મિનિબજાર વિસ્તારમાં પ્રખ્યાત વૈશાલી વડાપાવની સીમાડા નાકા સ્થિત શાખામાં બેદરકારીનો ગંભીર આક્ષેપ કરાયો હતો જેમાં ગ્રાહકને વડાપાવમાંથી પથ્થર મળી આવતા ફૂડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ કરાતા સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર તપાસ કરી વડાપાવ અને તળવામાં વપરાતા તેલના સેમ્પલ લઈ સંસ્થાને 5 હજારની પેનલ્ટી ફટકારી હતી.

સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આવેલી વૈશાલી વડાપાવની શાખા સામે ગ્રાહક દ્વારા ગંભીર ફરિયાદ કરાઈ હતી. ગ્રાહક વડાપાવ ખાઈ રહ્યો હતો તે દરમિયાન વડાપાવની અંદરથી પથ્થર મળી આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને પગલે ગ્રાહકે ફૂડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ કરાઈ હતી. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ સુરત મહાનગર પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન વડાપાવ તેમજ તળવામાં ઉપયોગમાં લેવાતા તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે. હવે આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલી તેની ગુણવત્તા અને સલામતી અંગે તપાસ કરવામાં આવશે. મનપા દ્વારા વૈશાલી વડાપાવ નામની સંસ્થાને 5 હજારની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. સાથે જ લેબોરેટરી તપાસ પૂર્ણ ન થાય અને યોગ્ય તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી સંસ્થા બંધ રાખવા માટે નોટિસ આપવામાં આવી છે.

Exit mobile version