Site icon hindtv.in

લસકાણા ખાતે તાડપત્રી વિના દોડતા ટ્રકો સામે કાર્યવાહી

લસકાણા ખાતે તાડપત્રી વિના દોડતા ટ્રકો સામે કાર્યવાહી
Spread the love

લસકાણા ખાતે તાડપત્રી વિના દોડતા ટ્રકો સામે કાર્યવાહી
આરોગ્યમંત્રીના આદેશ બાદ લસકાણા પોલીસ એક્શનમાં
આરોગ્ય સાથે ચેંડા કરનારા ટ્રક સંચાલકો પર કાર્યવાહી
સુરત ફરિયાદ બાદ તંત્ર હરકતમાં, 8 ટ્રકો જપ્ત કરાયા

સુરતના લસકાણા વિસ્તારમાં ઘણા સમયથી માટી ભરેલા ટ્રકો બેફામ રીતે દોડતા હોય જે અકસ્માતની ઘટનાઓને અંજામ આપી શકે તેમ હોય જેને લઈ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા તાડપત્રીના સેડ લગાવ્યા વગર દોડતા માટી ભરેલા ટ્રકના ચાલકો સામે કાર્યવાહી કરવા આદેશ આપતા લસકાણા પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા ટ્રક ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

વીઓ: સુરત શહેરમાં માટી સાથે દોડતા ભારે વાહનો ટ્રકના ચાલકો સામે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા એ લાલ આંખ કરી હોય તેમ તેઓ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યા છે. વાત એમ છે કે સુરતના લસકાણા વિસ્તારમાં માટી ભરી કોઈપણ જાતની તાડપત્રી સેડ લગાવ્યા વગર બેફામ રીતે ટ્રકો દોડી રહીછે. આગળ ટ્રક ચાલે અને પાછળ માટીની રજકણો ઉડતી હોય છે. આ અંગેની ફરિયાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને કરાતા પ્રફુલ પાનસુરીયા એ તાત્કાલિક લસકાણા પોલીસને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતાં. જેને લઈ લસકાણા પોલીસે માટી ભરેલી આઠ ટ્રકો જપ્ત કરી માટી લઈ જતા ટ્રક સંચાલકોને આકરો દંડ પણ ફટકાર્યો હતો.

Exit mobile version