Site icon hindtv.in

ગુજરાત ભરમાં પાણીપુરી વેંચનારાઓ વિરુદ્ધ કાર્યવાહી

ગુજરાત ભરમાં પાણીપુરી વેંચનારાઓ વિરુદ્ધ કાર્યવાહી
Spread the love

ગુજરાત ભરમાં પાણીપુરી વેંચનારાઓ વિરુદ્ધ કાર્યવાહી
અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા
અખાદ્ય પ્રદાર્થ મળી આવતા નાશ કરાયો

ગુજરાત ભરમાં પાણીપુરી વેંચનારાઓને ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે સુરતમાં પણ અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી અખાદ્ય પ્રદાર્થ મળી આવતા નાશ કરાયો હતો.

ગંદકી વચ્ચે બનતી પાણીપુરીને લઈ રાજ્યમાં પાણીપુરી વેચનારા ચાર હજાર વેપારીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે સુરતમાં પણ કાર્યવાહી યથાવત હોય તેમ અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને જાહેર રોડ પર દબાણ ઉભું કરી પાણીપુરી સ્ટોલ લગાવનારાઓને ત્યાં ચેકીંગ કરાયુ હતું જ્યાંથી અખાદ્ય પદાર્થ સહિતની વસ્તુઓ મળી આવતા નાશ કરાયો હતો. અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે આ અનહાઈજેનીક જગ્યાએ ખાવાનું ટાળે. લોકોમાં ખાણીપીણી જન્ય રોગનો વધારો જોવા મળે છે. અને પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જોવા મળતી હોય છે.

Exit mobile version