Site icon hindtv.in

ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી

ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી
Spread the love

ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી
તાપી નદીના પટમાં છાપો મારી ગેરકાયદે રેતીખનન ઝડપી પાડયું
ઓચિંતી કાર્યવાહીને પગલે રેતી માફિયાઓમાં ભારે ફફડાટ

માંડવી તાલુકાના જૂના કાકરાપારમાં ખાણ-ખનીજ વિભાગની રેડ ઃ તાપી પટમાંથી રૂા.૫૦ લાખનાં મુદ્દામાલ સાથે ગેરકાયદે રેતી ખનન ઝડપાયું

માંડવી ખાણ-ખનીજ વિભાગ દ્વારા માંડવી તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગને ટીમે બાતમીના આધારે જૂના કાકરાપાર ખાતે તાપી નદીના પટમાં ઓચિંતો છાપો મારી મોટા પાયે ચાલતું ગેરકાયદે રેતીખનન ઝડપી પાડયું હતું. સ્થળ પરથી ટીમે ર્બ જેસીબ મશીન અને એક ટ્રક સહિત કુલ ૫૦ લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓચિંતી કાર્યવાહીને પગલે ગેરકાયદે ખનન કરતા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર પંકજ પાટિલ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીસ્થળ પર પહોંચી વાહનો જપ્ત કરવામાંઆવ્યા હતા.

 

Exit mobile version