Site icon hindtv.in

અમદાવાદમાં ડીઇઓ દ્વારા આનંદનિકેતન શાળા સામે કાર્યવાહી

અમદાવાદમાં ડીઇઓ દ્વારા આનંદનિકેતન શાળા સામે કાર્યવાહી
Spread the love

અમદાવાદમાં ડીઇઓ દ્વારા આનંદનિકેતન શાળા સામે કાર્યવાહી
શાળાની કેન્ટીન સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરવા આદેશ
જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચના

અમદાવાદમાં આવેલી જાણીતી આનંદ નિકેતન શાળામાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. શાળામાં વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો નીકળવાની ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.

અમદાવાદમાં આવેલી જાણીતી આનંદ નિકેતન શાળામાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. શાળામાં વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો નીકળવાની ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શેલા ખાતે આવેલી આનંદ નિકેતન શાળામાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને યુસુફ મલાલાનું પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને DEO દ્વારા શાળાને બીજી નોટિસ ફટકારવામાં આવી છે. DEOએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓ પર કોઈ ચોક્કસ પુસ્તક વાંચવા માટે દબાણ ન કરવું અને વિદ્યાર્થીઓને અન્ય વૈકલ્પિક પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવા. આ સમગ્ર મામલે શાળા પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીના ભોજનમાં કાચ નીકળવાની ઘટના બાદ વાલીઓએ શાળા સંચાલકો સામે આક્રોશ ઠાલવ્યો હતો. વાલીઓ દ્વારા શિક્ષકોને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપો પણ કરાયા હતા. વાલીઓના ભારે હોબાળો અને તણાવપૂર્ણ સ્થિતિના કારણે ધોરણ 1 થી 8 સુધીની શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી. સમગ્ર વિવાદ અંગે આનંદ નિકેતન શાળા તરફથી પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે શાળા દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નવી ટીમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. વાલીઓ સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે તથા માંગવામાં આવેલા તમામ પુરાવાઓ પૂરા પાડવામાં આવ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version