Site icon hindtv.in

સુરત ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં એસિડ એટેક

સુરત ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં એસિડ એટેક
Spread the love

સુરત ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં એસિડ એટેક
પતિએ ડોક્ટર પત્નિ પર એસિડ એટેક કર્યા
પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસ વચ્ચે પતિએ ડોક્ટર પત્નિ પર એસિડ એટેક કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બન્ને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતમાં ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ચાલુ કોર્ટમાં પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેકાયું હતું. અને ત્યારબાદ પતિએ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તો આ કેસ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા સેવા સદન ખાતે પાંચમા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતાં. કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર પત્નિ પર પતિ વિનોદ ભાનુશાળીએ એસિડ એટેક કર્યો હતો. તો અગાઉ પણ પતિ દ્વારા પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યાં ફરી એક વખત પતિ દ્વારા પત્ની ઉપર એસિડ એટેકનો હુમલો કરાયો હોય જેને લઈ કોર્ટ સંકુલમાં ચકચાર મચી ગઈ હતી.

Exit mobile version