સુરતમાં પેરોલ જમ્પ કરી ભાગી છુટેલા આરોપીને ઝડપ્યો
દસ્તાવેજોમાં ફેરફેર કર્યા અંગે નોંધાયેલા લેન્ડ ગ્રેબીંગ અને ચેક રીર્ટન કેસમાં સજા
અઢી વર્ષથી પેરોલ જમ્પ કરી ભાગી છુટેલા સંજય ઉર્ફે એસકે જવાહર શાહ
સુરતના દસ્તાવેજોમાં ફેરફેર કર્યા અંગે નોંધાયેલા લેન્ડ ગ્રેબીંગના ગુનામાં તથા ચેક રીર્ટન કેસમાં સજા પામેલો અને અઢી વર્ષથી પેરોલ જમ્પ કરી ભાગી છુટેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા વિવિધ ગુનાઓમાં સજા ભોગવતા અને જેલમાંથી વચગાળા, પેરોલ તથા ફર્લો રજા પર મુક્ત થઈ પરત હાજર ન થનાર આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કોડની ટીમે સુરતના અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી વર્ષ 1961ના દસ્તાવેજના વોલ્યુમ તથા રજીસ્ટરો કાઢી રજીસ્ટરો અને દસ્તાવેજોમાં ફેરફાર કર્યા અંગે નોંધાયેલા લેન્ડ ગ્રેબીંગના તથા ચેક રીટર્ન કેસમાં સજા પામેલો અને છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી એવા મુળ દમણનો અને હાલ નાનપુરા ખાતે રહેતા સંજય ઉર્ફે એસકે જવાહર શાહને ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

