સુરતના સચીન પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી
નવ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
વોન્ટેડ રાહુલ યાદવને વલસાડના ગુંદલાવ ખાતેથી ઝડપી પાડ્યો
સુરતના સચીન પોલીસ મથકમાં નવ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે સચીન પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ રાહુલ યાદવને વલસાડના ગુંદલાવ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને તેને સુરત લાવી તેનો કબ્જો સચીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

