Site icon hindtv.in

સુરતમાં વર્ષ 2021 માં ચાર વર્ષથી વોન્ટેડ આરોપી

સુરતમાં વર્ષ 2021 માં ચાર વર્ષથી વોન્ટેડ આરોપી
Spread the love

સુરતમાં વર્ષ 2021 માં ચાર વર્ષથી વોન્ટેડ આરોપી
સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીનો ગુનો
ભંગડીયા ભવાનસીંગ ભીલાલાને જામનગરથી ઝડપ્યો

સુરતમાં વર્ષ 2021 માં સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને જામનગરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે વર્ષ 2021માં સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ મધ્યપ્રદેશનો અને હાલ જામનગર ખાતે નાની લાખાણી ગામમાં રહેતા ભંગડીયા ભવાનસીંગ ભીલાલાને જામનગરથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો સિંગણપોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version